VIDEO: Bharuch / શાલીમાર કોમ્પ્લેક્સની યુકો બેંકમાં ભીષણ આગ, અચાનક આગ ફાટી નીકળતા વેપારીઓમાં ફફડાટ
સોર્સ : GSTV
ભરૂચમાં આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં આજે રવિવારની રજાના દિવસે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી યુકો બેંકમાં લાગેલી આ ભીષણ આગને પગલે આસપાસના વેપારીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, રવિવાર હોવાથી બેંક અને મોટાભાગની ઓફિસો બંધ હતી, તે દરમિયાન અચાનક બેંકની ઓફિસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. યુકો બેંકની બરાબર નીચે અને આસપાસ અનેક નાની-મોટી દુકાનો આવેલી છે. ત્યારે ઉપરના માળે બેંકમાં લાગેલી આગથી વેપારીઓની ચિંતા વધી હતી.

