Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Looting at Gujarati mall in Mozambique, South Africa

સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં ગુજરાતીઓના મોલમાં લૂંટફાટ, જંબુસરના વતનીઓએ ભારત સરકાર પાસે માગી મદદ

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં ગુજરાતીઓના મોલમાં લૂંટફાટ, જંબુસરના વતનીઓએ ભારત સરકાર પાસે માગી મદદ

ભરુચ જિલ્લાના અનેક લોકો વિદેશમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયા છે. જેઓ પર અવર નવાર સ્થાનિકોના હુમલાના અહેવાલો આવ્યા રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં બન્યો છે. જેમાં ગુજરાતીઓને નિશાન બનાવી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. આગજનીમાં ગુજરાતના ભરુચ સહિત અન્ય જિલ્લાઓમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. તેઓ હાલમાં ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

દુકાનો-મકાનોમાં લૂંટ

ભરુચ સહિત ગુજરાતના ઘણા લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે. સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે. જેમાં ભરૂચ જિલ્લાના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. ત્યાર હાલની લૂંટફાટ અને આગજનીમાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો ત્યાં બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે. 

પરિવારજનો ચિંતિત

ભરૂચ જિલ્લાના સીતપોણ ગામના આશરે 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી થયા છે. જેમાં ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલાના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. મહેમુદ માટલીવાલા તેમણે જણાવ્યું હતું કે, તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે. પરંતુ હાલમાં ત્યાં જે હિંસા ફાટી નીકળી છે. ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. જેના કારણે તેમના સમગ્ર પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બે ત્રણ દિવસથી ઊંઘ પણ આવતી નથી. હમેશા ભાઈ અને તેમની ભાભી જે હાલમાં પ્રેગ્નેટ છે. તેમની ચિંતા સતાવી રહી છે.આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે અને ભારતીયની સુરક્ષા માટે મધ્યથી કરીને તેમને બચાવવાની મદદ માગી રહ્યા છે.