VIDEO: અંકલેશ્વરમાં કેશવ પાર્કના કોમન પ્લોટ મુદ્દે શાળા બહાર સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વરના પીરામણ રોડ પર આવેલી કેશવ પાર્ક સોસાયટીના કોમન પ્લોટ પર ચાલતી શ્રી શ્રવણ વિદ્યાભવન શાળાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. જમીન પર ગેરકાયદે શાળા ઊભી કરાઈ હોવાના આક્ષેપ સાથે આજરોજ સ્થાનિકોએ હાથમાં પ્લે-કાર્ડ ધરી શાળા બહાર દેખાવો કર્યા હતા. સ્થાનિકોનો દાવો છે કે 1994માં 999 વર્ષના ભાડા કરારના આધારે ફાળવવામાં આવેલી આ જમીન સોસાયટીનો કોમન પ્લોટ છે અને તેના પર તેમનો હક છે. છેલ્લા ત્રણ મહિનાથી સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી પણ આપી છે.

