VIDEO: ભરૂચમાં લીગલ મેગા કેમ્પ યોજાયો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
સોર્સ : gstv
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે રોટરી હોલ ખાતે લીગલ મેગા કેમ્પ યોજાયો હતો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ એ. વાય. કોગજેના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ કોગજેએ જણાવ્યું હતું કે સરકાર અને સમાજના છેવાડાના માનવી વચ્ચે પેરા લીગલ વોલન્ટિયર્સ સૌથી મહત્વપૂર્ણ કડી છે. આ કેમ્પમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ સહિત જિલ્લા વહીવટી તંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

