VIDEO: ભરૂચમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ
સોર્સ : gstv
ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઈન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. જોકે, થામ અને મનુબર ગામ વચ્ચે પોલીસે રેલી અટકાવી દીધી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ખાનગી બસમાં ભરૂચ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી, જેનો તેમણે વિરોધ કર્યો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેનના કામથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે. જમીન સંપાદન અને યોગ્ય વળતરની પણ માંગ કરી હતી.

