Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Koteshwar Mahadev Temple in Hansot full of devotees

VIDEO: હાંસોટમાં કોટેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાંસોટથી આશરે 15 કિલોમીટર દૂર કતપોર ગામ પાસે નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલું પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું મહત્વનું તીર્થધામ છે. શ્રાવણ માસમાં અહીં દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. પૌરાણિક માન્યતા મુજબ આ સ્થળે 33 કોટિ દેવતાઓએ શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી હતી, જેના કારણે મંદિરનું નામ કોટેશ્વર મહાદેવ પડ્યું હોવાનું કહેવાય છે. મંદિર પરિસરમાં વિશાળ કુંડમાં મા નર્મદાના દર્શન થાય છે અને શ્રાવણ ઉપરાંત મહાશિવરાત્રી તથા અમાસના દિવસે પણ અહીં ભક્તોની ભીડ જોવા મળે છે.

App Store