VIDEO: ભરૂચની જામા મસ્જિદ પર જૈન સમાજનો દાવો, મુલાકાત બાદ સોંપવાની માંગ
સોર્સ : gstv
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જૈન સમાજના લોકોએ સ્થળની મુલાકાત લીધી છે. જૈન સમાજના આગેવાનોએ આ સ્થળ જૈન સમરી વિહાર અને તેમની આસ્થાનું કેન્દ્ર હોવાનો દાવો કર્યો છે. આ સિવાય અહીંથી ગણેશજી સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ મળી આવી હોવાના દાવા પણ કરાયા છે. ઐતિહાસિક ઢાંચો ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા બાદ હવે જૈન સમાજે આ જગ્યા તેમને પરત સોંપવાની માંગ કરી છે. ધાર્મિક ઓળખ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને લઈને શરૂ થયેલો આ વિવાદ ભરૂચમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સ્થળના મૂળ સ્વરૂપ અને કરવામાં આવેલા તમામ ધાર્મિક દાવાઓની સ્વતંત્ર ઐતિહાસિક ચકાસણી થવી ખૂબ જ જરૂરી છે.

