VIDEO: ગુજરાત રાજ્ય વકફ બોર્ડની લાલઆંખ: દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટને નોટિસ પાઠવી
સોર્સ : gstv
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા જંબુસરના દોલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટના વહીવટ, હિસાબી કામગીરી અને મિલકતોના સંચાલનને લઈને મળેલી ગંભીર રજૂઆતોના આધારે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. વકફ બોર્ડે ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોને નોટિસ પાઠવીને પરવાનગી વગર થયેલી કામગીરી, મિલકતોના ઉપયોગ, ભાડા વસૂલાત અને નાણાકીય પારદર્શિતા અંગે વિગતવાર સ્પષ્ટતાઓ માંગી છે. આ કાર્યવાહી અંતર્ગત ટ્રસ્ટની તમામ મિલકતો, દુકાનોના ભાડા કરારો, ભાડુઆતોની વિગતો, આવક-જાવકના હિસાબો તેમજ ઓડિટ રિપોર્ટ્સ જેવા મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. વકફ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વકફ અધિનિયમની જોગવાઈઓ મુજબ તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ નિયમોનુસાર કડક કાયદેસરની આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

