VIDEO: ગૌપાલક સમાજ દ્વારા ભરૂચમાં નીકળી ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડનું આયોજન
સોર્સ : gstv
ભરૂચમાં આહિર, ભરવાડ, રબારી અને ગઢવી સમાજના ગૌપાલકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડી.જે., આકર્ષક રોશની અને રાસ-ગરબાની રમઝટ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રામાં પાલક સમાજના ભાઈઓ પોતાના પારંપરિક પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા, અને માર્ગમાં તેમનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિનાથ ખાતે વિશેષરૂપે મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે યુવાનોમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો. રાત્રે બાર વાગતાની સાથે જ શ્રદ્ધાળુઓએ કાન્હાને પારણે ઝૂલાવીને ધન્યતા અનુભવી હતી અને કૃષ્ણ જન્મને વધાવ્યો હતો.

