VIDEO: સુરેન્દ્રનગરમાં ભાજપ આગેવાન મથુર સાકરીયાની મોડી રાત્રે ધરપકડ કરાતાં કોળી સમાજમાં ભારે આક્રોશ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના મામલે સમાધાન કરાવવા પહોંચેલા કોળી સમાજના આગેવાનની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી અને ભાજપના આગેવાન મથુર સાકરીયા પોલીસ મથકે પહોંચ્યા હતા. પ્રેમલગ્ન દરમિયાન યુવતી ઘરેથી અઢી લાખ રૂપિયા લઈ ગઈ હોવાના મુદ્દે તકરાર સર્જાઈ હતી. આ મામલે સમાધાન કરાવવા માટે સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, અધિકારીઓ સાથે બોલાચાલી થયા બાદ પોલીસે મથુર સાકરીયા સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી હતી. શાંતિ અને સુલેહ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે કોળી સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓ બી-ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. મથુર સાકરીયાને આખી રાત પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.

