VIDEO: જંબુસરમાં ગણેશ ચતુર્થીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોમાં હરખ, આયોજકો ચિંતિત
સોર્સ : gstv
જંબુસર શહેર સહિત સમગ્ર પંથકમાં ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે જ વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ગઈકાલ રાતથી શરૂ થયેલા ધીમા વરસાદે સવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી સુકાતા ખેતી પાકને નવું જીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે, પરંતુ બીજી તરફ વરસાદી માહોલને કારણે ગણેશોત્સવના મંડપ આયોજકોની ચિંતા વધી ગઈ છે.

