Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A case has been registered against the young man who drove away the girl and created a bogus marriage certificate in Jambusar

VIDEO: જંબુસરમાં યુવતીને ભગાડી જઈ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવનાર યુવક સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના જંબુસરમાં શિક્ષકની ૨૪ વર્ષીય પુત્રીને ભગાડી જવા અને બોગસ મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાના આક્ષેપ સાથે કરજણના ફેઝલ મજીદ દિવાન નામના યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતી ઘરેથી અંદાજે ૬ તોલા સોનાનો હાર લઈને નીકળી ગઈ હતી અને બાદમાં કોર્ટ મેરેજ કર્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુવકના પરિવારજનો દ્વારા રજૂ કરાયેલા લગ્ન સર્ટિફિકેટની વડોદરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખરાઈ કરાવતા તે બનાવટી હોવાનું ખુલ્લું પડ્યું હતું. સરકારી રેકોર્ડમાં આવી કોઈ લગ્ન નોંધણી થઈ ન હોવાનું સ્પષ્ટ થતાં જંબુસર પોલીસે ફેઝલ દિવાન સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

App Store