VIDEO: દૂધધારા ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં કર્યો ઐતિહાસિક વધારો
સોર્સ : gstv
ભરૂચની દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો જાહેર કરાયો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 60 રૂપિયાનો વધારો કરી ભાવ 900 રૂપિયા, જ્યારે ગાયના દૂધમાં 50 રૂપિયાનો વધારો કરી ભાવ 885 રૂપિયા કરાયો છે. આ નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુંબઈ સ્થિત પ્લાન્ટમાં દહીં અને પનીરના ઉત્પાદનની ક્ષમતા વધારવા વિસ્તરણને પણ મંજૂરી આપવામાં આવી છે. સભામાં બોનસની જાહેરાત સાથે વધુ દૂધ ડેરીમાં જમા કરાવવા અને દૂધ ઉત્પાદન વધારવા પશુપાલકોને હાંકલ કરવામાં આવી હતી.

