VIDEO: અંકલેશ્વર-હાંસોટ રોડ પર આમળા ખાડી ઓવરફ્લો થતા ડાયવર્ઝન ધોવાયું
સોર્સ : gstv
અંકલેશ્વર પંથકમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ પાસે આમળા ખાડી ઓવરફ્લો થતાં ડાયવર્જન પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જૂના બ્રિજ પરથી નાના વાહનો પસાર કરાવવામાં આવી રહ્યા છે, જ્યારે મોટા વાહનોને અન્ય માર્ગ તરફ વાળવા માટે પોલીસ કાફલો તૈનાત કરી બેરિકેડ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની કેટલીક નીચાણવાળી સોસાયટીઓના માર્ગો પર પણ પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

