VIDEO: દહેજ રિલાયન્સ સામે લેન્ડ લુઝર્સનું રોજગારી મુદ્દે ધરણા પ્રદર્શન
સોર્સ : gstv
ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જમીન ગુમાવનાર સ્થાનિકોએ રોજગારીના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું. જીઆઈડીસી માટે જમીન આપનાર લેન્ડ લુઝર્સે કંપની સામે રોજગારી નહીં આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, જમીન સંપાદન સમયે સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. છેલ્લા બે વર્ષથી રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે માંગ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

