Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Congress leaders detained at Bharuch protesting purge of Khadge rally in Uttarakhand

VIDEO: ઉત્તરાખંડમાં ખડગેની રેલીના શુદ્ધિકરણ વિરોધમાં ભરૂચ ખાતે રેલી કાઢતા કોંગ્રેસી નેતાઓની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ સ્થિત કાર્યાલયથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાનારી આ મૌન રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણના દૃશ્યો પણ સર્જાયા હતા, ત્યારબાદ તમામ અટકાયત કરાયેલા નેતાઓને એ ડિવિઝન પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ શાસક પક્ષના ઈશારે કામ કરી રહી છે.

App Store