Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch gets new collector Dr. Navnath Gavhane

VIDEO: રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, ભરૂચને મળ્યા નવા કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણે

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ ફેરબદલ હેઠળ ભરૂચ સહિત અનેક જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી કરીને તેમને હવે GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) ના ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ હવે ડૉ. નવનાથ ગવ્હાણેની ભરૂચના નવા કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓથી વહીવટી સ્તરે નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે. સરકારના આ નિર્ણયને પગલે વિવિધ સરકારી વિભાગો અને જિલ્લા મથકો પર નવા અધિકારીઓ ટૂંક સમયમાં પોતાનો પદભાર સંભાળશે.

App Store