VIDEO: હાંસોટ સર્કલ પાસે બે ભાઈઓ પર હુમલો : પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વરાહાંસોટ સર્કલ ત્રણ રસ્તા પાસે અંગત અદાવતમાં બે ભાઈઓ પર ધારીયા અને પાઈપથી હુમલો કરનારાઓને પોલીસે કાયદનું ભાન કરાવ્યું છે.. હાંસોટના ખીડકી ફળિયામાં રહેતા શખ્સો પાન મસાલો લેવા ઊભા હતા ત્યારે નિઝામ કાનૂગા, અબ્દુલ કાદીર, ઈરફાન શેખ સહિતના શખ્સો લોખંડની પાઇપ અને ધારીયા લઈને તૂટી પડ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અચાનક થયેલા હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાયદો અને વ્યવસ્થાનો દાખલો બેસાડવા સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

