VIDEO: અંકલેશ્વર GIDCની કેડીલા કંપનીને નોટિસ ફટકારી કામગીરી બંધ કરાવાઈ, દુર્ઘટના બાદ તંત્રની કાર્યવાહી
સોર્સ : gstv
અંકલેશ્વર GIDCમાં આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગ દરમિયાન થયેલા અચાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. આ દુર્ઘટનાને ગંભીરતાથી લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી કામગીરી બંધ કરાવી દીધી છે.
હાલ FSL અને પોલીસની ટીમે બ્લાસ્ટના કારણો અને સેફ્ટી ધોરણોના પાલન અંગે તપાસ તેજ કરી છે.જ્યારે ઈજાગ્રસ્ત કામદારો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

