VIDEO: ઝઘડિયા નજીક સિલિકા પ્લાન્ટમાં સર્જાયો અકસ્માત, ત્રણ વર્ષની માસૂમ બાળકીએ ગુમાવ્યો જીવ
સોર્સ : gstv
ભરૂચના ઝઘડિયા નજીક એક સિલિકા પ્લાન્ટમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. ઝઘડિયા નજીક આવેલા એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન રિવર્સ લેતા ત્યાં કામ કરતા ચાર શ્રમિકો અડફેટે આવ્યા હતા. આ કરુણ અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

