Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : After the complaint of the Amod Taluk Development Officer, the politics heated up as a case was registered against two including the Congress President under BNS

VIDEO: આમોદ તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદ બાદ કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે BNS હેઠળ ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં TDOની સત્તાવાર ફરિયાદના આધારે કોંગ્રેસના આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ અને ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ગત 4 ઓગસ્ટ, 2026ના રોજ TDO પોતાની ચેમ્બરમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આ બંને શખ્સોએ કચેરીમાં પહોંચીને ઉગ્ર બોલાચાલી કરી, ગેરવર્તન કર્યું, ધમકી આપી અને સરકારી કામગીરીમાં ગંભીર અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે પોલીસે BNSની કલમ 221, 224, 352, 351(3) અને 3(5) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ, કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને આ ફરિયાદને માત્ર રાજકીય કિન્નાખોરી તથા બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાના મજબૂત પુરાવા છે, જે યોગ્ય સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ હાઈ-પ્રોફાઈલ મામલાને લઈને આમોદ પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

App Store