ભરુચના આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરુચના આમોદમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પણ જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડ્યા હતા.આમોદ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે.
ત્રણ વ્યક્તિઓને ઈજા
આમોદમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે તપાસ હાથ ઘરી
અકસ્માત અંગેની જાણ થતાં જ આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે.

