VIDEO: વાલિયામાં જોખમી બાઈક સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો
સોર્સ : gstv
વાલિયા તાલુકાના સોડગામ ગામના કિશન કમલેશભાઈ વસાવા સ્પોર્ટ્સ બાઈક પર જોખમી સ્ટંટ કરી રીલ બનાવતો હતો. વાલિયા પોલીસે બાઈક ડિટેઇન કરી કાર્યવાહી કરી હતી. જોકે, બાઈક છોડાવ્યા બાદ યુવાને ફરી જોખમી સ્ટંટ કરી રીલ બનાવી વાયરલ કરી હતી. સમગ્ર મામલે પોલીસે યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ યુવાને ફરી આવો જોખમી સ્ટંટ નહીં કરવાની માફી માંગી હતી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો
#Valia #Bharuch #BikeStunt #PoliceAction #GujaratPolice #Reels #ViralVideo #RoadSafety #GujaratNews #BikeRider #SocialMedia

