Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A unique and historical theme with Ganesh Mahotsav in Bharuch

VIDEO: ભરૂચમાં ગણેશ મહોત્સવ સાથે એક અનોખી અને ઐતિહાસિક થીમ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક અનોખી અને ઐતિહાસિક થીમે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીં શ્રીજીની સ્થાપના સાથે શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુર સાહેબની અપ્રતિમ શહાદત અને હિન્દ દી ચાદર તરીકેની તેમની સ્મૃતિને સુંદર ડેકોરેશન દ્વારા રજૂ કરવામાં આવી છે. માનવતા અને ધાર્મિક સ્વતંત્રતા માટે ઈ.સ. ૧૬૭૫માં દિલ્હીના ચાંદની ચોક ખાતે શહાદત વહોરનાર ગુરુ તેગ બહાદુર સાહેબની આ બલિદાન ગાથાને મંડપમાં દૃશ્ય સ્વરૂપે જીવંત કરાઈ છે. ગણપતિ બાપ્પાની આરાધના સાથે ઈતિહાસની આ પ્રેરણાદાયી થીમ દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણ અને જિજ્ઞાસા જગાવી રહી છે. ભક્તિ અને ઈતિહાસનો આ અનોખો સંગમ લોકો માટે ઊંડા વિચાર અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે.

App Store