VIDEO: મંદિરોમાં નાસભાગ મામલે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન."માત્ર મંદિર નહી ભક્તોની સુરક્ષા પણ સર્વોપરી"
સોર્સ : gstv
અંકલેશ્વરમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાંબાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા...જેમાં તેમણે મહાકાલ મંદિર થયેલી ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોએ ભીડના સંચાલનમાં તંત્ર કોઈ ચૂક ન કરવી જોઈએ. માત્ર મંદિરની ચાર દીવાલોની સુરક્ષા નહીં, પરંતુ દર્શનાર્થે આવતા પ્રત્યેક ભક્તની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ અને ભીડ નિયંત્રણ માટે હંમેશા ઉત્તમ આયોજન અનિવાર્ય છે. હનુમાન કથા દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે તેમણે વર્ષ ૨૦૨૭માં અંકલેશ્વરના આંગણે ત્રણ દિવસીય ભવ્ય હનુમાન કથા યોજવાની જાહેરાત કરી હતી

