VIDEO: દાંતા નજીક કુંવારસી ઘાટીમાં એસટી બસને અકસ્માત નડયો, 10થી 12 લોકો ઈજાગ્રસ્ત
VIDEO: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુંવારસી નજીક એસટી બસ અચાનક ગરમ થઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં 10થી 12 લોકો ઈજાગ્રસ્ત થતા તમામને અંબાજી અને દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતા દાંતા મામલતદાર અને હડાદ પોલીસ, ટીડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બનાસકાંઠાના અંબાજી નજીક કુંવારસી નજીક ખેડબ્રહ્માથી ધાનેરા જતી એસટી બસ આજે બપોર બાદ દાંતા તાલુકાના કુંવારસી ઘાટી નજીક રોડથી નીચે ઉતરી ગઈ હતી. જેથી આ બસમાં સવાર 10થી 12 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. બસના ડ્રાઇવરનું નિવેદન છે કે, બસ બંધ થયા બાદ અમે નીચે ઉતરીને પથ્થર મૂકવા જતા બસ નીચે જતી રહી હતી. બસ અચાનક ગરમી થઈને બંધ થઈને રોડની નીચે જતી ઉતરી ગઈ હતી.રોડથી નીચે આશરે 50 ફૂટ બસ ઉતરી ગઈ હતી. જેના લીધે બસના પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ 108ને પોલીસ ઘટનાસ્થળે આવી જતા ઈજાગ્રસ્તોને તાબડતોબ દાંતા અને યાત્રાધામ અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ગમખ્વાર અકસ્માત અંગેની તંત્રને જાણ થતા હડાદ પોલીસ, દાંતા મામલતદાર અને ટીડીઓ તાત્કાલિક અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અંબાજી ડેપો મેનેજર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ એસટી બસને અકસ્માતમાં કોઈ મોટી વધુ જાનહાનિ નહોતી થઈ. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીઘો હતો.

