Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Protest against Bharatmala project in Banaskantha, farmers protest in Kankrej area

VIDEO: બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ, કાંકરેજ પંથકમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: મહત્ત્વના ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠા જિલ્લામાં વિરોધ તીવ્ર બન્યો છે.  જે અંગે કાંકરેજ પંથકના મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો.  ખેડૂતોને આ પ્રોજેક્ટ હેઠળ વળતર ન મળતા નારાજગી જોવા મળી રહી છે.

App Store

આગામી સમયમાં પાલનપુરમાં વિશાળ રેલીનું ખેડૂતોએ આયોજન કર્યું છે. આમ છતાં સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર સુધી ખેડૂતો રેલી અને વિરોધ નોંધાવશે. ખેડૂતોની આંદોલનની રણનીતિ અંગે આજે કાંકરેજમાં નક્કી કરવામાં આવશે. ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જતી રહી છે અને વળતર મામલે સરકાર સામે રોષ ઠાલવવા આગામી સમયમાં આકરા પાણીએ ખેડૂતો થશે એ નક્કી.