VIDEO: યાત્રાધામ અંબાજી મંદિરમાં મહારાષ્ટ્રના ભક્તે 20 ગ્રામ સોનું ભેટ ધર્યું
સોર્સ : GSTV
VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ એવા યાત્રાધામ અંબાજીમાં આજે મહારાષ્ટ્રના એક ભક્તે માતાજીને 20 ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. 20 ગ્રામ સોનાની બજાર કિંમત 2 લાખ 60 હજાર રૂપિયા છે. ત્યારબાદ આ મહારાષ્ટ્રના ભક્ત દ્વારા મંદિરના મુખ્ય હવન કુંડ ચાચર ચોકમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના પ્રાંગણમાં આવેલા ચોકમાં સુંદર મંડપ બાંધી રંગબેરંગી ફૂલોનો શણગાર મંદિરને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરના 12 વાગ્યે 56 જુદાજુદા પ્રકારની મીઠાઈનો 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભાવિકોએ અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી ઉતારવામાં આવી હતી.

