Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Bomb threat causes panic in Banaskantha: Panic after receiving email to blow up Palanpur Collectorate office

VIDEO: બનાસકાંઠામાં બોમ્બની ધમકીથી ફફડાટ: પાલનપુર કલેક્ટર કચેરીને ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળતા હડકંપ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુરની ગરિમા સમાન કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલના કારણે સમગ્ર કચેરી પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આવા ઈ-મેઈલથી તંત્ર પણ સતત દોડધામમાં છે. બે દિવસ અગાઉ સુરત અને ગાંધીનગર કલેકટર કચેરીને પણ આવી બોમ્બની ધમકી મળી હતી. 

App Store

ઈ-મેઈલ મળતા જ કચેરી ખાલી કરાવાઈ
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે પાલનપુર કલેક્ટર કચેરીના સત્તાવાર મેઈલ આઈડી પર એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતની જાણ થતા જ કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. સાવચેતીના પગલે તુરંત જ કલેક્ટર કચેરીને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ તથા મુલાકાતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ છાવણીમાં ફેરવાયું પરિસર: સર્ચ ઓપરેશન શરૂ
ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, એસ.ઓ.જી (SOG), અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર કલેક્ટર કચેરી પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. અત્યારે કચેરીના ખૂણે-ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા મૅટલ ડિટેક્ટર અને અન્ય આધુનિક સાધનોની મદદથી તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય કોઈ વિસ્ફોટક વસ્તુ છુપાવવામાં આવી છે કે કેમ.

તપાસનો ધમધમાટ: કોણે કર્યો આ ઈ-મેઈલ?
આ ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે.

શું આ કોઈની ટીખળ (Prank) છે?
અથવા તો કોઈ મોટું ષડયંત્ર? આ તમામ પાસાઓ પર પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે. હાલમાં કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.