Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Afternoon aarti in Shaktipeeth Ambaji from today! Devotees will be able to avail special benefits from Akhatrij to Ashadhi Ekadashi

VIDEO: શક્તિપીઠ અંબાજીમાં આજથી બપોરની આરતીનો ધમધમાટ! અખાત્રીજથી અષાઢી એકાદશી સુધી ભક્તો લઈ શકશે વિશેષ લાભ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગ્રીષ્મ ઋતુના આગમન સાથે જ માતાજીની પૂજા અને આરતીના સમયમાં વર્ષો જૂની પરંપરા મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના પવિત્ર દિવસથી અંબાજી મંદિરમાં બપોરની વિશેષ આરતીનો પ્રારંભ થયો છે. આ પરંપરા દર વર્ષે અખાત્રીજથી શરૂ થઈને અષાઢી એકમ સુધી યથાવત રહે છે.

App Store

ત્રણ સમયની આરતી અને વિશેષ પરંપરા
સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરમાં સવાર અને સાંજ એમ બે સમયની આરતી થતી હોય છે, પરંતુ ગ્રીષ્મ ઋતુ દરમિયાન માતાજીની વિશેષ સેવાના ભાગરૂપે હવેથી ત્રણ સમયની આરતી કરવામાં આવશે. અખાત્રીજથી શરૂ થયેલી આ બપોરની આરતીમાં આજે મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી. આ સાથે જ, આ સમયગાળા દરમિયાન મંદિરમાં અન્નકૂટ ધરાવવાની પ્રથા બંધ રાખવામાં આવે છે.

ગરમીથી રક્ષણ માટે ખાસ આયોજન
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને માતાજીને ઠંડક મળે તે માટે ગર્ભગૃહમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના ગર્ભગૃહમાં કલાત્મક ચાંદીનો પંખો લગાવવામાં આવ્યો છે, જે સમગ્ર ઉનાળા દરમિયાન કાર્યરત રહેશે. આ પરંપરા ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક છે. ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાના જણાવ્યા મુજબ, માતાજીને લાડ લડાવવા અને ગરમીથી રક્ષણ આપવા માટે આ પ્રાચીન પદ્ધતિ આજે પણ અદભુત રીતે જાળવી રાખવામાં આવી છે.

દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આ બપોરની આરતીના દર્શન એક વિશિષ્ટ લ્હાવો ગણાય છે. સોશિયલ મીડિયા પર આ પવિત્ર ક્ષણોના વીડિયો વાયરલ થતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આધુનિક ટેક્નોલૉજીના સમયમાં પણ અંબાજી મંદિરની આવી પરંપરાઓ સંસ્કૃતિનું જતન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.