VIDEO: પાલનપુરમાં બે ઈંચ વરસાદમાં પાલનપુર-અંબાજી હાઈવે પર ઘુંટણસમા પાણી
સોર્સ : gstv
બનાસકાંઠાના પાલનપુરમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવાને કારણે અસંખ્ય વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શાળાએ જતા નાનાં બાળકો, રાહદારીઓ તથા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે ક, હાઈવે પર ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાય છે. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો યાત્રાધામ અંબાજી તરફ જતો આ મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જવાની શક્યતા છે..

