Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Tribal community unites after attack in Padaliya village

Banaskantha: પાડલીયા ગામે હુમલા બાદ આદિવાસી સમાજ એકત્રિત, ન્યાય માટે યોજાશે બેઠક

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે તાજેતરમાં બનેલી હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ હુમલાના વિરોધમાં અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા માટે આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થયા છે. ઘટનાની ગંભીરતાને જોતા દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ પાડલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

App Store

હુમલાની ઘટના બાદ આદિવાસી સમાજમાં અસલામતીની લાગણી ફેલાઈ છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા આજે પાડલીયા ગામે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આસપાસના વિસ્તારના સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે, જેમાં હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમા આવી ઘટના ન બને તેને લઇ ચર્ચા કરાશે.