Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Three people died in an accident between a bus and a rickshaw near Kharodiya in Palanpur

VIDEO: પાલનપુરના ખરોડીયા નજીક બસ અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખરોડીયા ગામ નજીક આજે એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ તથા વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટક્કર કયા કારણોસર થઈ અને મૃતકોની ઓળખ મેળવવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

App Store