Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : The ST bus stopped and went down the road

Banaskanthaના દાંતામાં ST બસ બંધ થઈ રોડ નીચે ઉતરી, તંત્રનો કાફલો ઘટનાસ્થળે

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Banaskanthaના દાંતામાં ST બસ બંધ થઈ રોડ નીચે ઉતરી, તંત્રનો કાફલો ઘટનાસ્થળે
સોર્સ : GSTV

Banaskantha News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં બનાસકાંઠામાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં એસટી બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં 10થી 12 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

App Store

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કુંવારસી નજીક ઘાટીમાં અચાનક બસ ગરમ થઈ બંધ થઈ જતા બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. એસટી બસ ખેડબ્રહ્માથી ધાનેરા જતી હતી તે દરમિયાન દાંતા નજીક કુંવારસી ઘાટીમાં અકસ્માત થયો હતો. અંબાજી, દાંતાની 108 દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, બસ બંધ થયા બાદ અમે નીચે ઉતરીને પથ્થર મુકવા જતા બસ નીચે જતી રહી. મામલાની જાણ થતાં જ હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંબાજી ડેપો મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ દાંતા તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.