VIDEO: Banaskanthaમાં મધરાતથી જ અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના દિયોદર તેમજ લાખણી પંથમાં મધરાતથી જ અવિરત વરસાદ ચાલુ જ છે. તો વાવ- થરાદ સહિત સુઇગામ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે ખોતરોમાં પાણી ભરાયા છે. લાખણીમાં હાઇવે રોડ ગેળા રોડ તેમજ મેઈન બજારમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે લખાણીમાં નીચાણ વાળા કોમ્પ્લેક્સમાં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ છે.
ત્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ 4.88 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પાલનપુરમાં 2.67 ઇંચ વરસાદ નોંધાયો છે. ધાનેરામાં 1.61 ઇંચ, લાખણીમાં 1.77 ઇંચ, ભાભરમાં 1.42 ઇંચ વરસાદ, ડીસામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. વડગામમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે. વડગામ, થરાદ, દિયોદર અને અમીરગઢ સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી કલાકોમાં હજી વધુ વરસાદની શક્યતા છે, જેને લઈને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.
હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા હવે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી થોડા દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

