VIDEO: પાલનપુરના ત્રણ ગામના પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાયરસનો કહેર, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV
ગુજરાતના બનાસકાંઠામાં ફરીથી લમ્પી વાયરસે દેખા દીધી છે. આ લમ્પી વાયરસનો કહેર બે વર્ષ બાદ ફરીથી પશુઓમાં જોવા મળ્યો છે. પાલનપુરના અનેક ગામોમાં લમ્પી વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓ એક પછી એક સામે આવી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં 10 લાખથી વધુ પશુોઓને રસી અપાઈ
તો બીજી તરફ આ વર્ષે સરકારે સમગ્ર જિલ્લામાં 10 લાખથી વધુ પશુઓને રસી આપવામાં આવી હતી. જો કે ચોમાસાની ઋતુમાં માખી-મચ્છરથી વાયરસ ફેલાવાનો ખતરો વધી જતો હોય છે, તેની તકેદારી રાખી ને જ રસી આપવામાં આવી હતી.
પાલનપુરના ડીસર, ચડોતર, ભૂતેડી ગામના પશુઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળ્યા
આ વર્ષે પાલનપુરના ડીસર, ચડોતર, ભૂતેડી ગામના પશુઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જોકે સમગ્ર મામલાની જાણ થતાં સરકારનું પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે, અને આ વાયરસ વધુ ન ફેલાય અને તેને રોકવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા લમ્પી વાયરસના કારણે કેટલાય પશુઓના મોત નિપજ્યા હતા.

