Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Lumpy virus foot-pear, Lumpy symptoms in a cow breed at Kamrej village

સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો, કામરેજ ગામે એક ગૌ વંશમાં લમ્પીનાં દેખાયા લક્ષણ

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2024
લાઇવ ટીવીGoogle News
સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો, કામરેજ ગામે એક ગૌ વંશમાં લમ્પીનાં દેખાયા લક્ષણ

સુરત શહેરમાં ફરી એકવાર લમ્પી વાયરસનો પગ પેસારો જોવા મળ્યો છે. ધીમી ગતિએ લમ્પી વાયરસ ફેલાય તેવી સ્થિતિ સામે આવી રહી છે. કામરેજ ગામે એક ગૌ વંશમાં લમ્પી વાયરસનાં લક્ષણ દેખાયા છે. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગઈ છે. બીજી તરફ ગૌ વંશમાં લમ્પી વાયરસ દેખાતા તેને પાંજરાપોળ લઈ જવામાં આવ્યું છે.

App Store

પશુપાલકોમાં ચિંતા

સુરત જિલ્લામાં લમ્પી વાયરસે દેખા દીધી છે. કામરેજ ગામે એક ગૌ વંશમાં લમ્પી વાયરસનાં લક્ષણ દેખાયા છે કામરેજ ગ્રામ પંચાયત દ્વારા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરાયો હતો. હાલ ગૌ વંશને સારવાર અર્થે નજીકની પાંજરાપોળ ખાતે લઇ જવામાં આવ્યુ છે. ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

વાહનમાં ગૌ વંશ ખસેડાયું

કામરેજમાં ગૌ વંશમાં લમ્પી વાયરસે દેખાતા તાત્કાલિક ચિંતાગ્રસ્ત લોકોએ પશુને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિક વાહનમાં પશુને ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંજરાપોળમાં તેની સારવાર શરૂ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. થોડા મહિનાઓ બાદ ફરી વાયરસ દેખાતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે.