VIDEO: પીએમ નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસે મગરવાડા ખાતે વિશેષ હવન મહાયજ્ઞનું આયોજન
સોર્સ : gstv
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વિશેષ હવન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના દીર્ઘાયુ, ઉત્તમ આરોગ્ય અને દેશસેવામાં વધુ સફળતાની પ્રાથના સાથે યોજાયેલા આ પવિત્ર યજ્ઞમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ધાર્મિક પ્રસંગે ડૉ. જીગ્નેશભાઈ હરિયાણી અને તેમના પરિવારે પણ ખાસ હાજરી આપી યજ્ઞમાં આહૂતિ આપી હતી. સમગ્ર મગરવાડા પંથકમાં પીએમ મોદીના જન્મદિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ વડાપ્રધાનના નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

