Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Schoolgirls at Lakhani's Detal Duwa made an attractive 6-foot-long rakhi

VIDEO: લાખણીના દેતાલ ડુવા ખાતે શાળાની વિદ્યાર્થિનીઓએ બનાવી ૬ ફૂટ લાંબી આકર્ષક રાખડી

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદના લાખણી સ્થિત દેતાલ ડુવા ગામની ઓગડ ભૈરવ વિદ્યા મંદિરમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ દ્વારા 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવેલી ૬ ફૂટ લાંબી વિશાળ રાખડી રહી હતી, જેને શાળાના હોલમાં પ્રદર્શન અર્થે મુકાઈ હતી. દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ વિદ્યાર્થિનીઓએ પોતાના સહાધ્યાયી ભાઈઓને તિલક કરી રક્ષા સૂત્ર બાંધ્યું હતું. આચાર્ય ઉત્તમભાઈ સુથારે વિદ્યાર્થીઓને તહેવારના પૌરાણિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આમ, આ ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

App Store