VIDEO: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ન પહોંચતા લાખણીના ખેડૂતોએ ઢોલ વગાડી કર્યો વિરોધ
સોર્સ : gstv
બનાસકાંઠાના લાખણી અને દિયોદર તાલુકામાં સિંચાઈના પાણીની ભારે અછત સર્જાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સુજલામ-સુફલામ કેનાલમાં પૂરતું પાણી ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાખણીના વાસણા ગામ પાસે સુજલામ-સુફલામ કેનાલ પર એકત્રિત થયેલા ખેડૂતોએ ઢોલ વગાડી અને સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આગામી સમયમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા અને વરસાદ ખેંચાવાના કારણે ખેતીના ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

