VIDEO: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પાલનપુરમાં રૂ. ૪ લાખની ઉઘરાણી અંગે અરજી
સોર્સ : gstv
બનાસકાંઠાના વડગામ તાલુકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે એક લેખિત અરજી આપવામાં આવી છે. ટોકરીયા ગામના રહીશ યાકુબ શેરસિયાએ ધારાસભ્ય સામે ₹૪ લાખ રૂપિયાની ઉઘરાણી કરવા, ધમકી આપવા તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત પોતાની સામે ગઢ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. રાત્રિ સભા બાદ અચાનક સામે આવેલા આ આક્ષેપોના કારણે સમગ્ર વડગામ પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

