VIDEO: વસી દૂધ મંડળી વિવાદ વચ્ચે બનાસ ડેરી પહોંચ્યા અધિકારીઓ, મંડળીમાં વિવાદ થતાં દૂધ લેવાનું થયું હતું બંધ
સોર્સ : gstv
બનાસકાંઠાના દાંતા તાલુકાના વસીમાં દૂધ મંડળી વિવાદ વચ્ચે બનાસ ડેરીના અધિકારીઓ પહોંચ્યા છે. મંડળીમાં વિવાદ થતાં દૂધ લેવાનું બંધ થયું હતું. અમરતજી ઠાકોર વિરુદ્ધ સમગ્ર ગામે વિરોધ કર્યો હતો. મંડળી પર તાળું કોણે માર્યું તે અંગે માહિતી મળી નથી. અધિકારીઓએ જણાવ્યું કે ડેરીએ દૂધ લેવાની ના પાડી નથી કે કોઈ મંડળી બંધ કરવાનો આદેશ આપ્યો નથી. ઝોનલ અધિકારીએ કહ્યું કે સાંજે ડેરી ચાલુ ન થાય તો મંત્રી અને કમિટી સભ્યો વિરુદ્ધ પગલાં ભરાશે. ગામના આંતરિક વિખવાદમાં ડેરીનું નામ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલ ટેન્કર દૂધ લેવા આવેલું છે.

