Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Meghraja's slow descent in pilgrimage Ambaji: Rainy weather in the hills of Aravalli!

VIDEO: યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધીમીધારે પધરામણી: અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી માહોલ!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 

App Store

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અંબાજી પંથક સહિત દાંતા, હડાદ અને અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, અંબાજીમાં માત્ર થોડા જ વરસાદમાં પોલીસ સ્ટેશન આગળ મુખ્ય રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી સામે આવી છે. વરસાદી માહોલ સર્જાતા એક તરફ વાતાવરણ નયનરમ્ય બન્યું છે, તો બીજી તરફ રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News