VIDEO: બનાસકાંઠાના સુઈગામ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલ શખ્સે કર્યો આપઘાત, પરિવારમાં રોષ
સોર્સ : gstv
બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના સુઈગામ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલ એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા. મામલાની ગંભીરતાને જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સુઈગામ દોડી આવ્યા હતા. કસ્ટોડિયલ ડેથના નિયમો અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ગાઈડલાઈન મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કલેક્ટર અને એસડીએમની ઉપસ્થિતિમાં પંચનામું કરી, મૃતદેહને ધારપુર હોસ્પિટલ ખાતે પેનલ ડૉક્ટરો દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

