Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Mahareli announcement of more than 5 thousand farmers in Banaskantha on October 5

VIDEO: બનાસકાંઠામાં 5 ઓક્ટોબરે 5 હજારથી વધુ ખેડૂતોની મહારેલીનું એલાન

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બટાટાના પાકમાં નુકસાન, પાક વીમો, રી-સર્વેમાં અન્યાય, બાયપાસ રોડ માટે જમીન સંપાદનનું ઓછું વળતર અને ડ્રીપ ઈરિગેશન સહાયમાં વિલંબ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ટ્રેક્ટર-ટ્રોલીના પાસિંગના નિયમો રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. લાંબા સમયથી રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં નારાજગી હોવાનો કિસાન સંઘના આગેવાનોનો દાવો છે. હવે આગામી 5 ઓક્ટોબરે 5 હજારથી વધુ ખેડૂતોની મહારેલી યોજવાની જાહેરાત સાથે તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

App Store