VIDEO: પાલનપુરમાં પત્ની ન ગમતાં પતિએ 50 હજારમાં મિત્રોને વેચી દીધી, પોલીસે 7 આરોપીઓને દબોચ્યા
સોર્સ : gstv
બનાસકાંઠાના પાલનપુરમાં ચોંકાવનારી માનવ તસ્કરીની ઘટના સામે આવી છે. પત્ની ન ગમતાં પતિ નિકેશ પટેલે તેને માત્ર ૫૦ હજાર રૂપિયામાં પોતાના મિત્રોને વેચી દીધી હતી. મહિલા ગુમ થયાના કેસમાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ મહિલાને સાત દિવસ સુધી ગોંધી રાખી કથિત રીતે દુષ્કર્મ અને અત્યાચાર આચર્યા હતા.
પોલીસે મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નિકેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

