VIDEO: દિયોદરમાં ચૂંટણી અધિકારી પર હુમલા મામલે 10 સામે ગુનો દાખલ
સોર્સ : gstv
બનાસકાંઠાના દિયોદરમાં તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી અને દિયોદરના પ્રાંત કલેક્ટર ડી.એન. કાછડ પોતાની ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટોળાએ તેમની ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ સર્જાતા ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી, જેને લઈ બહાર હાજર કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે કોર્ડન બનાવી અધિકારીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ડી.એન. કાછડે દિયોદર પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરાયો હોવાની ફરિયાદ 10 લોકો સામે નોંધાવી છે.

