Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : IDEO: Shiva Navratri begins in Ambaji: After Ujjain, this festival is celebrated only on Kailash Hill in Ambaji, know what is its glory

VIDEO: અંબાજીમાં શિવ નવરાત્રીનો પ્રારંભ: ઉજ્જૈન પછી માત્ર અંબાજીની કૈલાશ ટેકરી પર જ ઉજવાય છે આ ઉત્સવ, જાણો શું છે મહિમા

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠ અરવલ્લી ગિરિમાળામાં આવેલું છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય મહાદેવના મંદિર પણ આવેલા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું કૈલાશ ટેકરી મહાદેવ ખેડબ્રહ્મા રોડ ઉપર ટેકરી પર આવેલું છે. શિવરાત્રિ પર્વ પહેલા નવરાત્રી મહોત્સવ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દેશમાં ઉજવવામાં આવે છે. શિવરાત્રીના નવ દિવસ અગાઉ આ મહોત્સવ અનેરો મહિમા ધરાવે છે. શિવરાત્રી મહોત્સવ ઉજ્જૈન દેશમાં કૈલાશ ટેકરી મહાદેવ અંબાજી ખાતે ઉજવવામાં આવે છે. રોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. 

App Store

 શિવરાત્રીના નવ દિવસ પહેલાથી આ ઉત્સવ શરૂ થાય છે અને શિવરાત્રીના દિવસે પૂર્ણ થાય છે. કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં રોજ અલગ અલગ મહાદેવને શ્રૃંગાર કરવામા આવે છે.જેમાં મનમોહક શેષનાગ,જટાટોપ અને નાના પ્રકારના શ્રૃંગાર અલગ અલગ કરવામાં આવે છે. કૈલાશ ટેકરી મહાદેવ ખાતે મહાદેવની સાંજની આરતી અલૌકિક હોય છે અને શ્રૃંગાર પણ સુંદર કરવામાં આવે છે. મહાદેવનું મંદિરનું ગર્ભગૃહ નાના-નાના કાચની સુંદર ડિઝાઇન સાથે બનેલું છે. શિવરાત્રિના દિવસે અહીં અલગ અલગ કાર્યક્રમ યોજાનાર છે. મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન કરવામાં આવે છે અને હર હર મહાદેવના નાદ કરે છે.