VIDEO: અંબાજી જતા પદયાત્રિકો માટે પાલનપુરના ચડોતર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
સોર્સ : gstv
ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતાં પદયાત્રિકો માટે પાલનપુરના ચડોતર ખાતે આવેલ જિલ્લા BJP કમલમ બહાર પદયાત્રી સેવા કેમ્પનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. ભોજન અને વિશ્રામની સાથે અહીં પદયાત્રિકોના આરોગ્યનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. પગપાળા યાત્રા દરમિયાન ચાલવાથી પગમાં સોજો, ઘૂંટણનો દુખાવો, ચાંદા પડવા, ચામડી છોલાઈ જવી તેમજ અશક્તિ અને ચક્કર જેવી સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓની તાત્કાલિક સારવાર અપાઈ રહી છે. પૂર્વ જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીના જણાવ્યા અનુસાર, કેમ્પમાં ડિક્લોફેનિક ઓઇન્ટમેન્ટ, બોડી સ્પ્રે અને ORS સહિત ૬૦થી ૭૦ પ્રકારની દવાઓ ઉપલબ્ધ રખાઈ છે.

