Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : 'Gujarat Police can ban liquor in 12 hours if they want to...', MP Geniben Thakor

Video/ 'ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે પણ....', સાંસદ ગેનીબેન ઠાકોરના ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા' દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરએ વધુ એક વખત ગુજરાત પોલીસ અને રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે ગુજરાતમાં 'હપ્તા રાજ' ચાલે છે અને પોલીસ પર ઉપરથી દબાણ છે.

App Store

પોલીસ પર 'હપ્તા રાજ' અને 'ટાર્ગેટ'ના ગંભીર આક્ષેપો

સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ગુજરાત પોલીસની કાર્યશૈલી પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા હતા.  ગેનીબેન ઠાકોરે કહ્યું કે, "ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ તેમના હાથ બંધાયેલા છે."  તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "રાજ્યમાં હપ્તા રાજ ચાલે છે, ઉપરથી દબાણ ચાલે છે અને હવે તો ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે." ગેનીબેન ઠાકોરે આઘાતજનક નિવેદન આપતા કહ્યું કે, "જે પોલીસ વિભાગમાં વધુ દારૂ વેચાય છે, એમને અભિનંદન અપાય છે."

સાંસદના મતે, આ પ્રમાણે ગુજરાત અને ખાસ કરીને ધાનેરામાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળેલી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ગેનીબેન ઠાકોર દ્વારા પોલીસ પર કરાયેલા આ સીધા અને ગંભીર આક્ષેપોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.